
ભીમરાડને પ્રવાસી સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શુક્રવારે ભીમરાડ ગામ ખાતે પર્યટક સ્થળના ભૂમિપૂજનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે પ્રવાસી સ્થળના ભૂમિપૂજનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ભીમરાડ ખાતે ગાંધી સ્મારક પર્યટન સ્થળ બનાવવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, વિવેક પટેલ, ઝંખના પટેલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં.