ગુજરાતમાં સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષામાં ચાલતી ગેરરીતિ સામે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા સામે પોલીસ કોન્સ્ટેબલને જાનથી મારી નાંખવાનો પ્રયાસ સહિત બે ગુના નોધી તેની ધરપકડ કરવામાં આવી છે.
જેને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીની યુવા પાંખ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, યુવરાજ સિંહ સામે ખોટાં કેસો કરવામાં આવ્યા છે. આ કેસો પરત ખેચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હેડ કોન્સ્ટેબલની પરીક્ષા સાવચેતીપૂર્વક લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.