
વાપીમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા આસ્થા સાથે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાપીની દમણગંગા નદી કિનારે ઢળતી સંધ્યાઍ વ્રતધારી બહેનોઍ ભગવાન સૂર્યદેવની પૂજા-અર્ચના કરી હતી.
બિહાર વેલફેર ઍસોસિઍશન દ્વારા આયોજિત આ છઠ પૂજાના કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓને અગવડ નહીં પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.