સુરત શહેરની સ્મશાન ભૂમિને આધુનિક બનાવવા માટે સુરત મહાનગરપાલિકા અને સ્થાયી સમિતિના સભ્યોનાં અનુદાનમાંથી શબસૈય્યા આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેને લઈને જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિમાં પણ ત્રણ ગેસ આધારિત શબસૈય્યા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.