પલસાણા તાલુકાના વાંકાનેડા ગામમાં મધ્યરાત્રિઍ ત્રાટકેલાં લુંટારૂઓઍ ઍક પરિવારને ચાકુની અણીઍ બંધક બનાવ્યા બાદ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી છૂટવાના બનાવથી ગામજનોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.
સુરત કડોદરા રોડના વાંકાનેડા ગામમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલાં તસ્કરોઍ લૂંટ ચલાવ્યા બાદ બીજા ઍક મકાનને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જાકે, તેમાં રહેતા પરિવારોઍ પ્રતિકાર કરતા લુંટારૂઓ દ્વારા કરવામાં આવેલ પથ્થરમારામાં ૧૭ વર્ષીય કિશોરને ઇજા પહોચી હતી. મધ્યરાત્રિઍ વાંકાનેડા ગામમાં બનેલી ધાડની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.