રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોને ઓનલાઈન ડેટા ઍન્ટ્રીની કામગીરી સોપવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા તેઓને ઍન્ડ્રોઇડ મોબાઇલફોન ન આપતા આ કામગીરી ખોરંભે ચડી છે, પરંતુ સરકાર દ્વારા કોઈપણ ભોગે ડેટા ઍન્ટ્રીની કામગીરી પૂરી કરવા માટે દબાણ આપતા હોવાની ફરિયાદને લઈ આશા વર્કર બહેનોઍ જિલ્લા પંચાયત ખાતે મોરચો માંડ્યો હતો. ડીડીઓને આવેદનપત્ર આપી આશા વર્કરોને પડતી હાલાકી મુદ્દે રજુઆત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોને હાલ ઓનલાઈન ડેટા ઍન્ટ્રીની કામગીરી સોપાઈ છે. આ ડેટા ઍન્ટ્રીની કામગીરી કરવા માટે ઍન્ડ્રોઇડ મોબાઇલફોનની જરૂરિયાત ઊભી થઈ છે. સરકાર દ્વારા આશા વર્કર બહેનોને આ કામગીરી કરવા માટે ઍન્ડ્રોઇડ મોબાઇલફોનની ફાળવણી કરવામાં આવી નથી. જેને લઈને તા. ૧૪મી માર્ચના રોજ આશા વર્કર બહેનોઍ ડીડીઓને આ અંગે રજુઆત કરી હતી, પરંતુ ઍક મહીનાનો સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા આશા વર્કર બહેનોને ઍન્ડ્રોઇડ મોબાઇલફોન ન અપાતા ડેટા ઍન્ટ્રીની કામગીરી ખોરંભે ચડી છે. સોમવારે ફરી ઍકવાર આશા વર્કર બહેનોઍ મહિલા શક્તિ સેના હેઠળ ડીડીઓને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સરકાર દ્વારા વહેલી તકે આશા વર્કર બહેનોને ઍન્ડ્રોઇડ મોબાઇલફોન આપવામાં આવે અથવા આશા વર્કર બહેનોનાં મોબાઈલફોનમાં સોફ્ટવેર નાંખવામાં આવે. આ ઉપરાંત સરકાર દ્વારા તેઓને વિવિધ મહેનતાણાં પણ આજ સુધી આપવામાં આવ્યા નથી. જેને લઈને તેમની માંગણી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.