
રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષા શનિવારે પૂર્ણ થઈ છે અને સોમવારથી ગણિત, વિજ્ઞાન વિષયની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળની પડતર માંગણીઓ ન સ્વીકારાતા શિક્ષકોઍ ઉત્તરવહી તપાસવાની કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
જેને લઈને નવસારીમાં બોર્ડની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરીનો શિક્ષકોઍ બહિષ્કાર કરી સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી ઉત્તરવહીઓ તપાસવમાં આવશે, તેવું જણાવ્યું હતું. જાકે, શિક્ષકો પોતાની માંગણી પર અડગ રહ્નાં તો બોર્ડની પરીક્ષાનું પરિણામ મોડું આવવાની શક્યતા પણ જણાઈ રહી છે.