ઉધના આશાનગરમાં નજીવી બાબતે સાળા-બનેવી બાખડ્યાં હતાં. જાતજાતામાં સાળાઍ ઘરમાંથી શાકભાજી કાપવાની છરી લાવી બનેવીને ઉપરાછાપરી છથી સાત ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી છે. આ હાથાપાઈમાં સાળા-બનેવીને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યાં બનેવીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પડ્ઢિમ બંગાળના ઉત્તર ચોવીસ જિલ્લાના બસીરહાટ ગામના વતની અને હાલ પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા મનીરુલ રહમાન ગાઝી લેબર કોન્ટ્રાક્ટના ધંધા સાથે સંકળાયેલા છે. મનીરુલ ગાઝીનો સાળો બાબુલ મકસદ મંડલ ઉધના આશાનગરમાં રહે છે અને ધાગા કટિંગના ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૧૦મી ઍિલના રોજ મનીરુલ પત્ની આરઝુ સાથે પોતાના સાળાના મકાને ગયો હતો. જ્યાં પરિવારની વાતને લઈ સાળા-બનેવી વચ્ચે ઝઘડો થયો હતો. જાતજાતામાં બંને જણાં હાથાપાઈ પર ઉતરી આવ્યા હતાં. જેમાં ઉશ્કેરાયેલા સાળા બાબુલે રસોડામાં જઈ શાકભાજી કાપવાની છરી લાવી મનીરુલ ઉપર હુમલો કર્યો હતો.
આ જાઈને મનીરુલે તેના હાથમાંથી છરી લઈ તેના માથાના ભાગે મારી દેતાં ઇજા પહોચી હતી, પરંતુ બાબુલે છરી ફરીથી લઈ બનેવી મનીરુલ ઉપર ઉપરાછાપરી હુમલો કરી છથી સાત ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મનીરુલના મિત્ર સુલતાનને જાણ થતાં તે દોડી આવ્યો હતો. બંને જણાંને સારવાર અર્થે ઉધનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં, જ્યાં મનીરુલની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરાયો છે. આ બનાવ સંદર્ભે ઉધના પોલીસે સામસામી ફરિયાદ લઈ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.