સરથાણા, યોગીચોક વિસ્તારમાં પરિણીતાના કૌટુંબિક દિયર અને જેઠના નામે અજાણ્યા શખ્સે ફેસબુક ઉપર ફેક આઈડી બનાવી હતી. ત્યારબાદ આ આઈડીનો ઉપયોગ કરી પરિણીતાને હાય, હેલો..ના મેસેજ કરી બિભત્સ માંગણી કરી, વીડિયો કોલ કરી પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી બીભત્સ હરકતો કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા ઍક રત્નકલાકારની પત્નીના કૌટુંબિક દિયર અને કૌટુંબિક જેઠના નામે અજાણ્યા યુવકે મયુર રીબડીયા નામથી ફેસબુક ઉપર ફેક આઈડી બનાવી હતી. ત્યારબાદ આ આઈડી મારફતે પરિણીતાને હાય, હેલો..ના મેસેજ મોકલ્યા હતાં. ત્યારબાદ બિભત્સ માંગણી કરતો મેસેજ કર્યા બાદ અચાનક જ મોબાઈલ પર વીડિયો કોલ કરીને યુવકે પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી બીભત્સ હરકતો કરી હતી. આ ઉપરાંત પરિણીતાની સગી નણંદ અને કૌટુંબિક નણંદ તથા તેણીની ઓળખીતી મિત્રને ઍકાઉન્ટમાંથી મેસેજ કરી સોશિયલ મીડિયા મારફતે હેરાનગતિ કરતો હતો. આ અંગે છેવટે પરિણીતાઍ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.