
કતારગામ વસ્તાદેવડી રોડ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડમાં દિવાલ તૂટી પડવાથી બે વ્યક્તિઓનાં મોત નીપજ્યા હોવાના પ્રકરણમાં આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કિરણ હોસ્પિટલની પાસે જરીવાલા કમ્પાઉન્ડમાં ડિમોલીશનની કામગીરી વચ્ચે દિવાલનો ભાગ તૂટી પડ્યા હતો. જેમાં બે વ્યક્તિઓ દબાઈ જતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ૪૦થી વધુ વાહનો દબાઈ જતાં નુકસાન થયુ હતું. આ ઘટના સંદર્ભે કતારગામ પોલીસે ગુનો નોધી ધાણાની પરિવારના પિતા – પુત્રને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. છેલ્લાં ૨૦ દિવસથી આ બંને જણાં ભુગર્ભમાં ઉતરી ગયા હતાં. જાકે, પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે.