
સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનામાંથી જે પ્રોજેક્ટ થાય છે તે પ્રોજેક્ટની ગ્રાન્ટના નિયમોમાં કરવામાં આવેલ ફેરફારથી પાલિકાના અનેક પ્રોજેક્ટ પર માઠી અસર પડી શકે છે. કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ કામ પુરૂ થયાં બાદ આવે છે તેને પાલિકાના ફંડમાંથી પેમેન્ટ થતું હતું અને ત્યાર બાદ ગ્રાન્ટના પૈસા પાલિકામા જમા થતા હતા. પરંતુ હવે સરકારે પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમની ગ્રાન્ટમાંથી જ સીધા કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે તેના કારણે પાલિકાની ચિંતામાં વધારો થયો છે.
સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજના માંથી પ્રોજેક્ટ થાય છે હાલમાં પાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, તાપી શુદ્ધિકરણ અને ૧૫માં નાણાં પંચ માંથી જે કામ કરવામા આવ્યા હતા તેના ૬૫૦ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ કેન્દ્ર સરકારે હજી રિલીઝ કરી નથી. જોકે, પ્રોજેક્ટની કામગીરી પૂરી થઈ ગઈ હોય પાલિકાઍ તેના ફંડમાંથી કોન્ટ્રાક્ટરોને પૈસાની ચૂકવણી કરી દીધી છે. પરંતુ હાલમાં સરકારમાંથી ઍક પરિપત્ર આવ્યો છે તેમાં ગ્રાન્ટ ની સીધી રકમ કોન્ટ્રાક્ટના ખાતામાં જમા કરવાની રહેશે તેવું સ્પષ્ટ કર્યું છે.અગાઉની જૂની પ્રથા મુજબ કામગીરી કરી શકશે નહીં તેવું પણ કહ્નાં છે, જુની પ્રથા મુજબ ઍટલે કે પાલિકાઍ ચુકવણી કરી હોય અને તે ગ્રાન્ટ જમા કરવા ઈચ્છતી હોય તેવું કરી શકશે નહીં. સરકાર દ્વારા પાલિકાના વિવિધ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ પ્રોજેક્ટ પુરો થયેલ લાંબા સમય બાદ ગ્રાન્ટ આપવામાં આવે છે. કામગીરી પૂરી થયાં બાદ આટલો સમય કોન્ટ્રાક્ટરને પૈસાની ચૂકવણી ન થાય તો કામગીરી ન થાય તેવું સ્પષ્ટ છે. અને બીજી તરફ સરકારી ગ્રાન્ટ આપવામાં નિયમિતતા નથી જેના કારણે હાલમાં શરૂ થયેલા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના પણ ફટકો પડી શકે છે.