સુરતમાં યોજાનારી સ્માર્ટ સિટી સમિટ માટેની વિડીયો કોન્ફરન્સમાં ગેરહાજર રહેનારા પાલિકાના ડેપ્યુટી કમિશનરને મ્યુનિસિપલ કમશિનરે શો કોઝ નોટિસ ફટકારી છે. સ્માર્ટ સીટી કોન્ફરન્સ માટે કો-ઓર્ડિનેશનની જવાબદારી સોંપાઈ છે તેવા અધિકારી જ ગેરહાજર રહેતા મ્યુનિસિપલ કમિશનરે જાહેર માં નારાજગી દર્શાવી છે. ડેપ્યુટી કમિશનર શો કોઝ નોટિસ આપવામાં આવતા સ્માર્ટ સીટીની કામગીરી સાથે જોડાયેલા અધિકારી માં ફફડાટ ફેલાઈ ગયો છે.
આગામી ૧૮ થી ૨૦ ઍપ્રિલ દરમિયાન સુરતમાં યોજાનારી સિટી કોન્ફરન્સમાં દેશના ગૃહમંત્રી સહિત અને મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ આવવાના હોય પાલિકા માટે આ ઈવેન્ટ ઘણી જ મહત્વની બની ગઈ છે. નેશનલ લેવલની આ કોન્ફરન્સ માટે પાલિકા તડામાર તૈયારી કરી રહી છે અને અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિટમાં પાલિકા ડેપ્યુટી કમિશનર અને કતારગામ ઝોનના વડા ઍવા ડી.કે.પંડ્યાને કો ઓર્ડિનેશનની જવાબદારી સોંપવામાં આવી છે. સ્માર્ટ સિટી સમિટમાં દેશ ભરના ૧૦૦ સ્માર્ટ સિટીના પ્રતિનિધિઓ ઉપરાંત દેશના ગૃહ રાજ્ય મંત્રી, કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત અનેક મંત્રીઓ પણ હાજર રહેવાના હોવાથી આ કોન્ફરન્સમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે આખું પાલિકા તંત્ર જોડાયું છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાની આ ઈવેન્ટ માટે ઘણા જ ગંભીર હોવાથી અનેક મીટીગ કરી રહ્નાં છે. ગઈકાલે સુડા ખાતે સમિટ માટે વિડિયો કોન્ફરન્સથી તમામ અધિકારીઓ, વિભાગીય વડાની બેઠક થઈ હતી. તેમાં કતારગામ ઝોનના વડાં ઍવા ડે. કમિશનર ડી.કે.પંડ્યા હાજર ન હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તેઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે વિડિયો કોન્ફરન્સ અંગે માહિતી ન હતી તેથી તેઓ હાજર રહ્ના નથી તેનો ખુલાસો કર્યો હતો. જોકે, ડી.કે પંડ્યાને કોન્ફરન્સમાં કો ઓર્ડિનેશનની જવાબદારી સોંપવામાં આવી છે તેમ છતાં તેઓને વિડિયો કોન્ફરન્સ અંગે જાણ ન હતી તે મુદ્દે કમિશનર અકળાયા હતા અને તેમને શો કોઝ નોટિસ ફટકારી હતી અને બે દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું. તેમને મળેલી નોટીસના કારણે સ્માર્ટ સીટી ઈવેન્ટમાં જવાબદારી સંભાળી રહેલા અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્ના છે.