
ચોર્યાસી અને ઓલપાડ કાંઠા વિસ્તારનાં ખેડૂતોને આઠ કલાક વિજળીની સાથે છેલ્લાં ૨૦ દિવસથી સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીંતિને લઈ ખેડૂત સમાજે બુધવારે અઠવાલાઈન્સ ખાતે આવેલી સિંચાઈ વિભાગ ખાતે મોરચો માંડ્યો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓને પાણી આપવા મુદ્દે રજુઆત કરી હતી. જા તેમની સમસ્યાનું નિરાકરણ ન આવશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ચોર્યાસી, ઓલપાડના કાંઠા વિસ્તારનાં ખેડૂતો સહિત દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને આઠ કલાક વિજળી મળે તેવી જાહેરાત રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી મુકેશ પટેલે કરી છે, પરંતુ ખેડૂતોને આઠ કલાક વિજળી આપવાની વાત તો દૂર રહી પણ છ કલાક પણ વિજળી મળતી નથી. બીજી બાજુ ભરઉનાળે ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઊભા પાકને પાણી ન મળવાથી નુકસાન થઈ રહ્નાં છે. ખાસકરીને શેરડી, ડાંગરï, શાકભાજી અને બાગાયતી પાકો ભરઉનાળે બળી જવાની ભીંતિને લઈ ખેડૂતોમાં ચિંતાની લહેર જાવા મળી રહી છે. છેલ્લાં ૨૦ દિવસથી ચોર્યાસી અને ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. પાક બળી જશે તો નુકસાનીને લઈ ખેડૂતો ફફડી ઊઠ્યાં છે. જેને લઈને બુધવારે ખેડૂત સમાજે અઠવાલાઈન્સ ખાતે આવેલ સિંચાઈ ભવન ખાતે મોરચો માંડ્યો હતો. સિંચાઈ ભવનની બહાર ખેડૂતો દ્વારા પાણીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ સિંચાઈ વિભાગનાં અધિકારીઓને પાણી આપવાની રજુઆત કરી હતી અને જા પાણી વહેલી તકે ન આપવામાં આવશે તો ખેડૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.