સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે, ત્યારે વધુ ઍક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે ભૈયાનગરની પાર્કિંગમાંથી ઍક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે. અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ઍક આરોપીની ધરપકડ કરી હોવાની જાણકારી મળી છે. દુષ્કર્મની આશંકાને પગલે પોલીસે તેની પુછપરછ હાથ ધરી છે.
પુણા વિસ્તારમાં આજે મળસ્કે નિંદ્રાધીન શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીનું કોઈક અપહરણ કરી ગયું હતું. પરિવારને આ અંગે જાણ થતા તેમણે બાળકીની શોધખોળ કરી હતી. બાદમાં તેમણે પુણા પોલીસને જાણ કરતા પોલીસે જુદીજુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, બાળકીની લાશ નજીકના ભૈયાનગરના ખુલ્લા મેદાનમાંથી મળતા ખળભળાટ વ્યાપી ગયો હતો. બાળકીનું ગળું દબાવી હત્યા કરી તેની લાશને મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે તપાસના આધારે બાળકીનું અપહરણ કરી તેનું ગળું દબાવી હત્યા કરી લાશ ફેંકનાર મૂળ મધ્યપ્રદેશના લલનસિંહની અટકાયત કરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બાળકી રડતી હતી અને બુમાબુમ કરતી હતી તેથી તેનું ગળું દબાવી હત્યા કરી ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી.પરિવાર સાથે સૂતેલી હોવા દરમિયાન જ તેનું બે ઈસમ દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતાં સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઊઠયો હતો. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો વતની અને મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે.ઍસીપી બી.ઍમ.વસાવાઍ જણાવ્યું હતું કે રાત્રે અઢી વાગ્યે બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી. જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. ઍમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને હાલ પીઍમ માટે મોકલી અપાયો છે. પોલીસે આરોપી લલનસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે. મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીઍ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી. હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ ઍ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે દુષ્કર્મની આશંકાને પગલે પોલીસે તેની પુછપરછ હાથ ધરી છે.