સચિન જીઆઈડીસી સેઝ ખાતે આવેલી નાકરાણી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતાં. તસ્કરોએ અંદર પ્રવેશ કર્યા બાદ જાબવર્ક માટે રાખેલા મશીનોમાંથી સોના-ચાંદીની ડસ્ટ કિંમત રૂ. ૨૨ લાખ ૭૫ હજારની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતાં. જાકે, સીસી ટીવી કેમેરામાં ત્રણ તસ્કરોનાં ફુટેજા કેદ થઈ ગયા હતાં.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વતની અને હાલ મોટાવરાછા, મનીષા ગરનાળાની બાજુમાં રાધે રેસીડેન્સીમાં રહેતા હાર્દિકભાઈ અતુલભાઈ ગાભાણી સચિન જીઆઈડીસી સેઝમાં નાકરાણી ઇન્ડસ્ટ્રીયલ કંપની ધરાવે છે. આ કંપની સોના-ચાંદીના ડસ્ટના જાબવર્ક સાથે સંકળાયેલી છે. તા. ૧૧મી એપ્રિલના રોજ રાત્રિના સમયે આ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતાં. કંપનીની પાછળના ભાગેથી પહેલા માળની બારીમાંથી તસ્કરો અંદર ઘુસી આવ્યા હતાં, ત્યારબાદ ત્રીજા માળે વી.એમ. ક્રિએશનનાં જાબવર્ક માટે રાખેલી મશીનોમાંથી નીકળેલી સોના-ચાંદીની ડસ્ટ ભરીને એક રૂમમાં મૂકેલી બેગ તસ્કરોએ ચોરી લીધી હતી, જેમાં રૂ. ૧૫ લાખની સોનાની ડસ્ટ અને ૧૧ કિલો ૬૦૦ ગ્રામ ચાંદીની ડસ્ટ મળી કુલ રૂ. ૨૨ લાખ ૭૫ હજારની મત્તા ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતાં. આ અંગે બીજા દિવસે જાણ થતાં હાર્દિકïભાઈએ સચિન જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી કંપનીમાં લાગેલા સીસીટીવી ફુટેજા ચેક કર્યા હતાં, ત્યારે ત્રણ જેટલાં તસ્કરોની કરતૂત દેખાઈ હતી. પોલીસે આ ફુટેજને આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.