ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. શનિવારે હનુમાન જયંતી નિમિત્તે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શહેરમાં આવેલા વિવિધ હનુમાનજીનાં મંદિરોમાં લોકોઍ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ખાસ કરીને પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં હનુમાન જયંતી નિમિત્તે ૪૧૦૦ કિલો બુંદીના લાડુનો મહાપ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ દરમિયાન બે વર્ષ સુધી હનુમાન જયંતી ઉજવવામાં આવી ન હતી. જેને લઈ ચાલુ વર્ષે હનુમાન જયંતીની ઉજવણી ખુબ જ ભવ્ય રીતે શહેરમાં કરવામાં આવી રહી છે.
રામજીના પરમ ભકત બજરંગ બલી હનુમાન જયંતિના ઉત્સવની આજે ચૈત્ર સુદ પૂનમના રોજ સુરત શહેરમાં આવેલા પ્રત્યેક હનુમાન મંદિરમાં શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારની સવારથી ભક્તો બજરંગ બલીના મંદિર પહોંચી જય પૂજા અર્ચના કરવામાં આવી હતી.સુરત સહિત જિલ્લાના વિવિધ હનુમાનજીના મંદિરોમાં આજે મારૂતિ યજ્ઞા, પંચ કુંડી યાગ, હનુમાન ચાલીસા, મહાઆરતી તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો સાથે વીર બજરંગ બલીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મંદિરોમાં હનુમાન દાદાને પ૬ ભોગના અન્નકૂટ પીરસવામાં આવ્યો છે. હનુમાન જયંતિની સુરત શહેર તેમજ જિલ્લામાં આવેલા ઐતિહાસિક ક્ષેત્રપાલ, લંકાવિજય,ડુંભાલ પાતળીયા સહીત નાના મોટા હનુમાન મંદિરોમા સવારથી જ ભક્તોની ભારે ભીડ જાવા મળી હતી. સવારથી પૂજા અર્ચના બાદ સમૂહ સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદી અને મહાઆરતી બાદ રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક મંદિરોમાં દાદાને તેલ અને કાળા તલનો અભિષેક કરી હાર ચઢાવીને પૂજન કરવામાં આવી રહી છે.