સુરતમાં ગત ૧૨ ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં ગત ૬ એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતા. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે ૧૬ એપ્રિલ જાહેર કરી હતી. જોકે આજે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી સુનાવણીની તારીખ ૨૧ એપ્રિલ પર મુલતવી રાખી છે. જેથી સંભવત: ચુકાદો ૨૧ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી શકે છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય ઍવી માગ કરવામાં આવી છે.
કામરેજ, પાસોદરા ગામમાં ૧૨મી ફેબ્રુઆરીના રોજ આરોપી ફેનિલ ગોયાણીઍ ગ્રીષ્મા વેકરીયાના ગળા પર ચાકુ ફેરવી તેની કરપીણ હત્યા કરી હતી. જાકે, પોલીસે આરોપીની ધરપકડ કરી ઍક અઠવાડિયામાં જ ૨૫૦૦ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. ત્યારબાદ આ કેસ મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ૨૮મી ફેબ્રુઆરીના રોજ શરૂ થયો હતો. રોજેરોજ આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી હતી. ગયા અઠવાડિયે જ બંને પક્ષોનાં વકીલોની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. સંભવત શનિવારે ૧૬મી એપ્રિલના રોજ ફેનિલને કોર્ટ દ્વારા સજા ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફેનિલને પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજુ કરાયો હતો. જાકે, જજ સજા સંભળાવે તે પહેલા બચાવ પક્ષના સીનિયર વકીલ ઝમીર શેખના જૂનિયર વકીલે દલીલ કરી હતી કે, સીનિયર વકીલ અમદાવાદ મહત્ત્વનાં કામે ગયા છે, જેથી ચુકાદો મુલતવી રાખી બે-ત્રણ દિવસનો સમય આપવામાં આવે તેવી રજુઆત કરી હતી. જેથી નામદાર કોર્ટે આ રજુઆત ગ્રાહ્ના રાખી હતી. વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી સુનાવણીની તારીખ ૨૧ એપ્રિલ પર મુલતવી રાખી છે. જેથી સંભવત: ચુકાદો ૨૧ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી શકે છે. આ કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલાઍ જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં કોર્ટમાં ૧૨૫થી વધુ દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવ્યા છે. ૩૫૫ જેટલા ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયા છે, આરોપીને કોર્ટમાં ૯૦૦ સવાલો કરવામાં આવ્યા છે અને ૧૦૫ જેટલાં સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. જ્યારે ૮૫ સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોર્ટમાં નજરે જોનારા સાક્ષી, ઍફઍસઍલ રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઇલ ફોન રેર્કોડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની, આરોપીનાં બેગ અને બાઈક પરથી મળ્યાં લોહીના નમુના, ડીઍનઍ વગેરે પુરાવાઓ કોર્ટ સમïક્ષ રજુ થયા છે. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું.