અડાજણ, સરદાર બ્રિજ નીચેથી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ૮થી ૯ વરસનો ઍક મંદબુદ્ધિનો બાળક મળી આવ્યો હતો, પરંતુ બાળક બોલી ન શકતો હોવાને કારણે પોલીસે આજુબાજુનાં પોલીસ મથકોમાં કોઈ અપહરણનો ગુનો દાખલ થયો છે કે નહીં, તેની તપાસ કરી હતી. તે દરમિયાન ચોકબજાર પોલીસ મથકમાં બાળક ગુમ થયો હોવાની ફરિયાદ નો ધાઈ હોવાનું જણાયું હતું. અડાજણ પોલીસે બાળકનો કબજા તેના માતા-પિતાને સોપતા તેમના આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતાં. પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોલીસ કમિશનર દ્વારા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા તથા તેમની મદદ કરવાની સૂચના અપાઈ હતી, જે અંતર્ગત અડાજણ પોલીસ મથકની સી ટીમ પોતાની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અડાજણ, સરદાર બ્રિજ નીચેથી સી ટીમના ઇન્ચાર્જ મહિલા પીઍસઆઈ ઍન.ઍન. ગામીત અને તેમની ટીમને ૮થી ૯ વર્ષનો મંદબુદ્ધિનો બાળક રખડતી હાલતમાં મળ્યો હતો. પોલીસે તેનો કબજા લઈ પોલીસ મથકે લઈ ગયા હતાં. બાળક બોલતું ન હોવાને કારણે અડાજણ પોલીસે આજુબાજુનાં પોલીસ મથકમાં આ અંગે કોઈ અપહરણનો ગુનો દાખલ થયો છે કે નહીં તે અંગેની તપાસ કરી હતી. ત્યારે ચોકબજાર પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોધાયો હોવાનું જણાયું હતું. જેથી અડાજણ પોલીસે ચોકબજાર પોલીસનો સંપર્ક કરી બાળકના માતા-પિતાને પોલીસ મથકે બોલાવ્યા હતાં. ત્યારબાદ પોલીસ ટીમેં બાળકનો કબજા માતા-પિતાને આપતા તેમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતાં. પોલીસની કામગીરીની પ્રશંસા કરી માતા-પિતાઍ આભાર વ્યક્ત કર્યો હતો.