
કતારગામ ચીકુવાડી ખાતે આપ પાર્ટી દ્વારા જનસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના નેતા ઈશુદાન ગઢવીઍ જનસંવાદ કાર્યક્રમમાં જાડાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જેવા મળી હતી.
જનસંવાદ કાર્યક્રમમાં ઈશુદાન ગઢવીઍ મોઘવારી મુદ્દે સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતાં. આ ઉપરાંત નામ લીધા વગર અમુક નેતાનાં છોકરાઓ ડાયરેક્ટ ફુટબોલમાં આવી ગયા છે. નેતાઓનાં છોકરા બહાર ભણે છે અને સામાન્ય ગરીબ છોકરાઓને રેલીમાં જાડાવાની ફરજ પડાય છે. આ ઉપરાંત સરકાર દ્વારા ફીવધારો પરત ન ખેચવામાં આવશે તો આંદોલન થશે. તે માટે હું જેલમાં જવા પણ તૈયાર છું.