સ્ટેશન દિલ્લી ગેટ રોડ પરથી મહિધરપુરા પોલીસે ઇકો કારમાં દેશી બનાવટની ચાર કાર્ટીજથી લોડેડ પિસ્ટલ સાથે પસાર થઇ રહેલા બે મધ્યપ્રદેશવાસીને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. આ બંને જણાંઍ ઍમ.પી.થી પિસ્તોલ લાવી સુરતમાં ગ્રાહક શોધી રહ્ના હોવાની કબુલાત કરી છે.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના હે.કો સરદારસંગ ધનજી અને પો.કો જીગ્નેશ દલજીને મળેલી બાતમીના આધારે ગત રાતે સ્ટેશન દિલ્લી ગેટ તરફથી આવી રહેલા ઇકો કાર નં. ઍમપી-૦૯ ડબ્લ્યુકે-૪૮૩૦ ને આંતરી કાર ચાલક મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રાજપુરા તાલુકાના જુલવાનિયા ગામમાં રામ મંદિરની પાછળ રહેતા ૩૩ વર્ષીય મુકેશ જગન બાગુલ અને ૨૨ વર્ષીય દિપક દેગરૂ ચૌહાણને ઝડપી પાડી કારની તલાશી લીધી હતી. જેમાં કારની પાછળની સીટ પરથી દેશી બનાવટની ચાર કાર્ટીજથી લોડેડ પિસ્ટલ મળી આવી હતી. બંનેની પૂછપરછમાં બે દિવસ અગાઉ હમવતની લલ્લા શાહુ નામના યુવાન પાસેથી રૂ. ૧૯ હજારમાં ખરીદીને વેચવા માટે ગ્રાહક શોધી રહ્નાની કબૂલાત કરી હતી. પોલીસે દેશી બનાવટની પિસ્ટલ, ચાર કાર્ટીજ, મોબાઇલ ફોન ૧ નંગ અને કાર મળી કુલ રૂ. ૫.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ગુનો નોધી લલ્લા શાહુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.