રાણીતળાવ, હકીમ ચીચી દુકાનની બાજુમાં આવેલા ઍક કાપડના શોરૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડા નીકળતા જાઈ આજુબાજુનાં રહીશો ડરના મારે ઘરમાંથી નીચે ઉતરી આવ્યા હતાં. જાકે, આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા લાશ્કારો સ્થળ પર દોડી આવ્યો હતો. બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યા હતો. આગને કારણે કાપડનો જથ્થો, વાયરિંગ, ફર્નિચર, મશીનરી વગેરે બળીને ખાખ થઈ ગયું હતું.
સુરતના રાણીતળાવ વિસ્તારમાં હકીકમ ચીચીની બાજુમાં દાઉદ ખાન ટેલર નામનું શોરૂમ આવેલું છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળના આ શોરૂમમાં બપોરે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુનાં રહીશોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. આગને કારણે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતાં. આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો દોડી આવ્યો હતો. ફાયર ફાયટરોઍ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગને કારણે કાપડનો માલ, ફર્નિચર, વાયરિંગ, મશીનરી સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયું હતું. જાકે, આગમાં કોઈ જાનહાનિ કે ઇજા પહોચી ન હતી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ-સર્કિટ હોવાનું સામે આવ્યું છે.