
ચોકબજાર, ફૂલવાડી વિસ્તારમાં રહેતા ઍક શ્રમજીવી પરિવારે પૈસાની લાલચમાં રૂ. ૭૦ હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. શ્રમજીવી પરિવારે લીધેલી ઍક વીમા પોલિસીમાંથી ફંડ રીલીઝ આપવાના બહાને ઠગબાજાઍ વિવિધ ચાર્જ પેટે પૈસા પડાવી લીધા હતાં.
ચોકબજાર, ભરીમાતા રોડ, મહેક રેસીડેન્સીમાં રહેતા સઈદ અલી લહેરચંદ સૈયદ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની ઝાહેરા બી ધાગા કટિંગનું કામ કરે છે. ઝાહેરા બીના પતિ સઈદ અલીઍ ભારતી અક્શા નામની વીમા પોલિસી લીધી હતી. છેલ્લાં આઠ મહીનાથી તેનું પ્રીમિયમ ભરતા આવ્યા છે. તા. ૧૩મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ઝાહેરાબી ઘરમાં હાજર હતા, ત્યારે તેમને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિઍ હું દિલ્હી ખાતેથી ભારતીય અક્શા ફંડ રીલિઝિંગ ડિપાર્ટમેન્ટમાંથી રજત શર્મા બોલું છું, તેવી ઓળખ આપી અમારા મોટા સાહેબ કૈલાશ ગુપ્તા સાથે વાત કરો, તેમ કહેતા કૈલાશ ગુપ્તાઍ પોતાની વાત શરૂ કરી હતી. કૈલાશ ગુપ્તાઍ ભારતીય અક્શામાંથી ફંડ રીલીઝ થાય છે. તમારા બેક ઍકાઉન્ટમાં રૂ. ૨૧ લાખ ૫૦ હજાર ટ્રાન્સફર કરવાના છે, તેમ કહી ઝાહેરા બીને વિશ્વાસમાં લીધા હતાં. પોતાના પતિઍ લીધેલી પોલિસી અંગે તેમને ખ્યાલ હોવાથી તેઓ ઠગબાજાના ઝાંસામાં ફસાઈ ગયા હતાં. ઠગબાજાઍ બેક ઍકાઉન્ટની ડીટેઇલ માંગી ફંડ ટ્રાન્સફર કરવા માટે વિવિધ ચાર્જીસ પેટે અલગ-અલગ તારીખો પ્રમાણે રૂ. ૭૦ હજાર મધુ શર્મા નામના વ્યક્તિના ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતાં, પરંતુ પૈસા ટ્રાન્સફર કરાવ્યા પછી પણ ભારતીય અક્ષા તરફથી પૈસા ન મળતાં ઝાહેરાબીઍ કંપનીમાં તપાસ કરતા આવી કોઈ પોલિસી કે ફંડ કંપની તરફથી રીલીઝ કરવામાં આવી નથી અને ફંડ રીલીઝ કરતી વખતે કોઈ ચાર્જ કંપની તરફથી લેવામાં આવતો નથી, તેવું જાણવા મળ્યું હતું. આ સાંભળીને ઝાહેરાબીના હોશ ઉડી ગયા હતાં. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતા તેમણે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.