ડિંડોલી, કરડવા ગામ ખાતે આવેલી ઍસ.ડી. પટેલ મલ્ટીસ્પેશલિટી હોસ્પિટલમાં મેનેજમેન્ટનું કામ સંભાળતા કર્મચારીઍ ભાડા પર લીધેલું વેન્ટીલેટર મશીન અન્ય હોસ્પિટલના ડોક્ટરને વેચી દીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
પાલ, ઍલ.પી. સવાણી રોડ, અજન્તા રોહાઉસમાં રહેતા મૃદંગભાઈ કમલેશભાઈ કોઠારી પાલનપુર કેનાલ રોડ અવધપુરી સોસાયટીમાં લોગિન ફોટેક નામની મેડિકલ સાધનો ભાડેથી આપવા અને વેચાણના ધંધા સાથે સંકળાયેલા છે. તા. ૨૩મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમના મિત્ર દત્તા પાટીલ થકી ડિંડોલી, કરડવા રોડ, જી-નાઇન બિલ્ડિંગમાં આવેલી ઍસ.ડી. પટેલ મલ્ટીસ્પેશલિટી હોસ્પિટલમાં વેન્ટીલેટર ભાડેથી આપવાની વાત થઈ હતી. હોસ્પિટલનું કામકાજ સંભાળતા પરાગભાઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરાગભાઈઍ વેન્ટીલેટર ભાડેથી લેવા માટેની તમામ ફોર્માલિટી પૂરી કરી હતી.ï રોજના ૨૫૦૦ રૂપિયા ભાડેથી મૃદંગભાઈઍ વેન્ટીલેટર પરાગભાઈને આપ્યું હતું. ૧૦ દિવસ બાદ મૃદંગભાઈ વેન્ટીલેટરના ભાડાના પૈસા માટે પરાગભાઈનો સંપર્ક કર્યો હતો, ત્યારે ચેક લઈ જવાનું કહેતા જ મૃદંગભાઈઍ પોતાના ઍન્જિનિયર ધનંજય પંચાલને પરાગભાઈના હોસ્પિટલમાં મોકલ્યો હતો, પરંતુ પરાગભાઈ તથા હોસ્પિટલ તંત્ર દ્વારા મૃદંગભાઈના બિલ પ્રમાણે પૈસા ચૂકવ્યા ન હતાં, જેથી મૃદંગભાઈઍ તા. ૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ ફરીથી પરાગભાઈનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો. જેથી મૃદંગભાઈઍ ફરીથી પોતાના ઍન્જિનિયર ધનંજયને હોસ્પિટલમાં પેમેન્ટ લેવા માટે મોકલ્યો હત. તે વખતે જાણવા મળ્યું હતું કે, પરાગભાઈઍ હોસ્પિટલ છોડી દીધી છે. જેથી તેમનો સંપર્ક કરી મૃદંગભાઈઍ વેન્ટીલેટર મશીન અને ભાડાના પૈસાની માંગણી કરતાં ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો. તે દરમિયાન તા. ૧૪ માર્ચ ૨૦૨૨ના રોજ મૃદંગભાઈનો ઍન્જિનિયર ધનંજય પંચાલ ડિંડોલી, રાધાકૃષ્ણ ડોક્ટર હાઉસમાં આવેલી તનસ્વી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં માર્કેટિંગ માટે ગયો હતો, ત્યારે પરાગભાઈને ભાડેથી આપેલો વેન્ટીલેટર ડો. નિલેશ શર્માના હોસ્પિટલમાં મળી આવ્યો હતો. આમ પરાગભાઈઍ મૃદંગભાઈની જાણ બહાર રૂ. બે લાખનું વેન્ટીલેટર બારોબાર વેચાણ કરી પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતાં. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતા મૃદંગભાઈઍ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.