મુગલીસરા ખાતે આવેલી સુરત મહાનગરપાલિકાની કચેરીના મુખ્ય ગેટïની પાસે અખિલ ભારતીય સફાઈ મજદૂર કર્મચારી યુનિયન સુરત દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. હંગામી ધોરણે સફાઈ કામગીરી કરતા કર્મચારીઓઍ કાયમી નોકરી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
સુરત મહાનગરપાલિકામાં રાત્રિ અને દિવસ દરમિયાન કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છેલ્લાં સાત વરસથી કર્મચારીઓ નોકરી કરી રહ્નાં છે. તેઓ દ્વારા અવારનવાર અખિલ ભારતીય સફાઈ મજદૂર યુનિયન સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકામાં તેઓને કાયમી કરાય તે માટેની માંગણીઓ કરી હતી, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી. જેને કારણે મંગળવારે અખિલ ભારતીય સફાઈ મજદૂર કર્મચારી યુનિયનના નેજા હેઠળ હંગામી ધોરણે સફાઈ કામગીરી કરતા કર્મચારીઓઍ સુરત મહાનગરપાલિકાની કચેરીના ગેટ પાસે પ્રતિક ધરણાનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં ૨૫થી ૩૦ જેટલાં કર્મચારીઓ ધરણા પર બેઠા હતાં, પરંતુ આ કર્મચારીઓઍ સૂત્રોચ્ચાર નહી કરી માત્ર ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો લઈ વિરોધ નોîધાવ્યો હતો. પોતાને કાયમી કરાય તેવી માંગ કરવામાં આવી છે.