નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. દર્દીઓને લઈ અનેકવાર નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદો થયા છે. નવી સિવિલ હોસ્પિટલના અમુક વોર્ડોમાં દર્દીઓ માટે કોઈપણ જાતની ફેસિલિટી ન હોવાની બૂમો પણ ઉઠતી હોય છે. ફરી ઍકવાર બાળકોનાં વોર્ડમાં છેલ્લાં ત્રણ દિવસથી પંખા કે ઍ.સી. બંધ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં પરિવારજનો ઘરેથી પંખા લઈને આવી રહ્નાં છે.
નવી સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી અમુકવાર દર્દીઓનાં જીવનું જાખમ બની જતી હોય છે. હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે. છેલ્લાં ૧૦ દિવસથી આકરી ગરમી પડી રહી છે, તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઍન્ડ પીઆઈસીયુ બાળકોનાં વોર્ડમાં છેલ્લાં ત્રણ દિવસથી ઍ.સી. અને પંખા બંધ હાલતમાં જાવા મળી રહ્નાં છે, પરિણામે દાખલ બાળકોની હાલત કફોડી બની જવા પામી છે. તેમની સાથે પરિવારનાં સભ્યોનો મરો જાવા મળી રહ્ના છે. ગરમીનો પારો છેલ્લાં ચાર દિવસથી ૪૧ ડિગ્રીની આસપાસ જાવા મળી રહ્નાં છે. જેથી હોસ્પિટલમાં દાખલ બાળ દર્દીઓની હાલત જાતા પરિવારનાં સભ્યો ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યાં છે. સિવિલ તંત્રની ગંભીર બેદરકારી હોવા છતાં તેઓનાં પેટનું પાણી પણ હાલતનું નથી. ઉલટાનું અઠવાડિયા પહેલા જ નવા ઍ.સી. ફિટ કરાવવામાં આવ્યા હોવાનું સ્ટાફે દાવો કર્યો છે. તેમ છતાં છેલ્લાં ત્રણ દિવસથી ઍસી અને પંખા બંધ છે. તેમ છતાં રીપેરિંગ કરવામાં સિવિલ તંત્ર આંખ આડા કાન કરી રહી છે. વોર્ડ સ્ટાફ દ્વારા લેખિતમાં ફરિયદ કરવા છતાં હજુ સુધી રીપેરિંગની કામગીરી થઈ નથી, જેથી ગરમીમાં ૧૨ દર્દીઓની હાલત કફોડી બની છે.