
કામરેજ-પાસોદરા ગામ ખાતે જાહેરમાં ફેનિલ ગોયાણીઍ ગ્રીષ્મા વેકરીયાની ગળું કાપી હત્યા કરવાના ચકચારિત પ્રકરણમાં કોર્ટ દ્વારા સંભવિત આગામી પાંચમી મેના રોજ આરોપીને સજા સંભળાવવામાં આવશે. જાકે, મંગળવારે સરકારી વકીલ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તારીખ લંબાવી દીધી છે. જેથી ફેનિલને કોર્ટમાં હાજર કરાયો ન હતો.
સુરતના પાસોદરામાં ૧૨ ફેબ્રુઆરીઍ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. ગત ૨૨મી ઍપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી, પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. સરકાર પક્ષે કહ્નાં હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે સામે પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો ઍટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજે તારીખ ૨૬ ઍપ્રિલ આપી હતી. જેથી આજે કોર્ટ દ્વારા સજાની તારીખ જાહેર કરાઈ છે. જે પ્રમાણે સંભવતઃ ૫મી મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે આજે સરકારી વકીલ કોર્ટમાં હાજર રહ્ના નહોતા. સાથે જ ફેનિલને પણ કોર્ટમાં હાજર કરાયો નહોતો. આમ છેલ્લાં બે વખતથી સજાના મુદ્દે તારીખ પડી રહી છે. સંભવતઃ પાંચમી મેના રોજ સજા જાહેર કરાશે, તેવી શક્યતા જણાઈ રહી છે.