
સુરત શહેરમાં બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સીના થકી કરોડો રૂપિયા કમાવાની લાલચમાં લોકોમાં છેતરપિંડીનો ભોગ બની રહ્નાં છે. સગરામપુરાનો બિલ્ડરે ક્રિપ્ટો કરન્સીના નામે કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાંચમાં નોધાઈ છે.
સગરામપુરા, રિદ્ધિસિદ્ધિ રેસીડેન્સીમાં રહેતા સુશીલભાઈ દીપકભાઈ ડોક્ટર શિવ કોર્પોરેશન નામથી કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે. તેમનો મિત્ર દિવ્યેશ ધ્રુવ માર્કેટિંગના ધંધા સાથે સંકળાયેલો છે. ૨૦૧૭માં દિવ્યેશ ધ્રુવે સુશીલભાઈને જણાવ્યું હતું કે, બક્ષકોઈન નામથી નવો કોઈન લોન્ચ થયો છે. તેમાં રોકાણ કરવાથી સારો નફો થશે. તે અંગે વડોદરા ખાતે રહેતા પ્રશાંત બ્રહ્મભટ્ટ બિટ્સો લાઇવ કંપનીના મુખ્ય ઍજન્ટ છે. તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રનાં રોકાણકારોને સંભાળે છે. હાલ તેઓ સુરત આવવાના છે. તેઓ બક્ષ કોઈન અંગે વિગતવાર માહિતી આપશે. જો તારે રોકાણ કરવું હોય તો તેમને મળી લે. આ વાત કર્યા પછી જૂન ૨૦૧૭માં પ્રશાંત બ્રહ્મભટ્ટ સુરત આવ્યા હતાં અને વરાછા, હીરાબાગ સર્કલ ખાતે સુશીલભાઈઍ તેમની સાથે મુલાકાત કરી હતી. આ કંપની મોહસીન ઝમીર જે યુ.કે. લંડનના બિઝનેસમેન છે, તેમણે ચાલુ કરી છે. તેઓ બક્ષકોઈન લોન્ચ કરી રહ્ના છે. જેમાં ડિરેક્ટર તરીકે સાગર ગણેશ શિવકુમાર અને ચંદ્રશેખર બાલી છે. કંપની સારો ઍવો નફો કરે છે. તમે રોકાણ કરશો તો નફો મળશે, તેવી વાત પ્રશાંત બ્રહ્મબ્રહ્મભટ્ટે કરી હતી. કંપનીમાં પ્રથમ ઍન્ટ્રી માટે રૂ. ૮૦ હજારનું રોકાણ કરશો તો ૨૦ મહીના સુધી તમને ડોલરમાં પોઇન્ટ દસ સુધી કોઇન આપવામાં આવશે અને છથી ૧૨ ટકા કમિશન મળશે, તેવી સમજ આપી હતી. જેથી સુશીલભાઈઍ રૂ. ૮૦ હજાર લઈ ઍક હજાર યુરોવાળી ગોલ્ડ સ્કીમવાળી આઈ.ડી. બનાવી હતી. આઈ.ડી. બન્યા બાદ સુશીલકુમાર બિટ્સો લાઇવ્સ કંપનીમાં જાડાઈ ગયા હતાં. કંપનીઍ મલેશિયા ખાતે કોઇનનું પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટ રાખી હતી. જેથી તા. ૪ નવેમ્બર ૨૦૧૭ના રોજ સુશીલભાઈના પરિવાર સાથે મલેશિયા ઇવેન્ટમાં ગયા હતાં. ત્યાં કંપનીના મુખ્ય ફાઉન્ડર મોહસીન જમીલની સાથે ડિરેક્ટરો હાજર હતાં. તેમણે બક્ષકોઈનનું લોન્ચિંગ કરી રોકાણકારોને પોઇન્ટ દસ સેન્ટના ભાવે બક્ષકોઈન આપવાની લોભામણી જાહેરાત કરી હતી. જેમાં લોન્ચિંગ ઇવેન્ટમાં સુશીલભાઈઍ બક્ષકોઈનનું બુકિંગ કરાવ્યું હતું. તેમાં ૧.૫૫ બિટકોઈનનું બુકિંગ આપ્યું હતું. ભારતીય ચલણ મુજબ રૂ. ૧૫ લાખનું રોકાણ સુશીલભાઈઍ કર્યું હતું. ત્યારબાદ સુશીલકુમારે પોતાના મિત્ર હિરેન અશોક ચેવલી, અભિષેક દોરીવાલા, બરકત અલી શેખ, હિરેન કિનારીવાલા, મયુર રૂપાવાલા, જિગર કાપડીયા સહિતનાં મિત્રો પાસે પણ રોકાણ કરાવ્યું હતું. આમ સુશીલ કુમારે પોતાના હસ્તક કુલ રૂ. ૨૩ લાખ ૨૦ હજારનું રોકાણ કરાવ્યું હતું. તમામ રૂપિયા રોકડા પ્રશાંત બ્રહ્મભટ્ટને આપ્યા હતાં. તમામની આઈ.ડી. જનરેટ પ્રશાંત બ્રહ્મભટ્ટે કરી આપી હતી. ત્યારબાદ કંપનીઍ અચાનક જ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આમ બિટ્સો લાઇવ્સના માલિક અને ડિરેક્ટરોઍ બક્ષ કોઈનના નામથી નવો કોઈન માર્કેટમાં મૂકી કેશફાઇનેક્સ ઍક્સચેન્જ ચાલુ કરી તેમાં ક્રિપ્ટો કરન્સનું ટ્રેડિંગ કરી તે ઍક્સચેન્જ અપગ્રેડ કરવાનું જણાવી અચાનક બંધ કરી દીધી હતી. ૨૦ મહીનામાં રોકાણકારોને ડબલ વળતર ચૂકવવાની લાલચ આપી તેમાં રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યુ હતું, જેમાં સુશીલ કુમારના રૂ. ૨ કરોડ ૮ લાખ ૮૦ હજાર અને તેના મિત્રોનાં રૂ. ૨૩ લાખ ૨૦ હજાર મળી કુલ રૂ. ૨ કરોડ ૩૨ લાખ અને અન્ય રોકાણકારોનાં રૂપિયા ડૂબી ગયા હતાં. આમ, કંપનીઍ કરોડો રૂપિયાનું રોકાણ કરાવી લોકો પાસેથી પૈસા લઈ રાતોરાત કંપની બંધ કરી રફુચક્કર થઈ ગયા હતાં. આ બનાવ સંદર્ભે સુશીલભાઈઍ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.