પૂણા બીઆરટીઍસ કેનાલ રોડ સમ્રાટ વિદ્યાલય બસ સ્ટેન્ડ પાસે નહેરમાંથી છેલ્લાં ત્રણ દિવસથી પાણી રસ્તા ઉપર નદીની જેમ વહી રહ્નાં હોવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. રોજેરોજ લાખો લીટર પાણી નહેરમાંથી બહાર વેડફાતા હોવા છતાં પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ભરઉનાળે રસ્તા ઉપર પાણી બર્બાદ થતાં રહીશોમાં રોષ જાવા મળી રહ્નાં છે.
પૂણા બીઆરટીઍસ કેનાલ રોડ, સમ્રાટ વિદ્યાલય પાસે નહેર આવેલી છે. છેલ્લાં ત્રણ દિવસથી આ નહેરમાંથી રોજેરોજ લાખો લીટર પાણી રસ્તા ઉપર વેડફાઈ રહ્નાં છે. કેનાલમાંથી પાણી ઉભરાઈ જવાને કારણે રોડ પર પાણી નદીની જેમ વહી રહ્નાં છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા કે સિંચાઈ વિભાગના પેટનું પાણી હાલતું નથી. ઍક બાજુ ખેડૂતો સિંચાઈના પાણી માટે ટળવળી રહ્નાં છે, ત્યાં બીજી બાજુ લોકોને પૂરતું પાણી મળી રહ્નાં નથી. તેવા સમયે આ કેનાલમાંથી લાખો લીટર પાણી વગર કારણે રોડ પર બર્બાદ થઈ રહ્નાં છે. ભરઉનાળે આ પાણી રસ્તા ઉપર વેડફાતા આજુબાજુનાં રહીશોમાં પણ રોષ દેખાઈ રહ્ના છે. વાહનચાલકોને પણ મુશ્કેલીïનો સામનો કરવાની નોબત આવી છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર કોગ્રેસના પૂર્વ કોર્પોરેટર સાવલીયાઍ વિરોધ નોધાવી વહેલી તકે કેનાલમાંથી પાણી વેડફાવાનું બંધ થાય તેવી કામગીરી પાલિકા કરે ઍવી માંગણી કરી છે.