કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અપાતાં સબસિડીવાળા યુરિયા ખાતરïની ચાલતી કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ખેતીવાડી વિભાગે ચાર મહિના પહેલા ખટોદરા, મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલી ક્રિષ્ણા ઇમ્પોર્ટ અને ઍક્સપોર્ટ નામના ગોડાઉનમાં છાપો ૧૨૧૦ નંગ યુરિયા ખાતરની ગુણ ઝડપી પાડી હતી. આ તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોપાતા તેમણે છ આરોપીઓને ઝડપી પાડી પાંજરે પૂર્યા છે.
ગુજરાત રાજ્યમાં ખેડૂતોને ખેતીવાડીમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર સસ્તુ પડે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જાકે, નીમ કોટેડ યુરિયા ખાતરની બારોબાર કાળાબજારી ન થાય તે માટે સરકાર દ્વારા આ ખાતરને નીમ કોટેડ કરવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં થાય નહીં અને જા થાય તો પકડાઈ જાય. જાકે, શહેરમાં નીમ કોટેડ યુરિયા ખાતરની મોટાપાયે કાળાબજારી થતી હોવાની ફરિયાદ ખેતી વિભાગ દ્વારા તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ખટોદરા, મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના પ્લોટ નં. ૧૪૩માં આવેલા ગોડાઉનમાં છાપો માર્યો હતો. ત્યારે ૧૨૧૦ નંગ યુરિયા ખાતરની ગુણો મળી આવી હતી. આ તમામ ગુણો કબજે લઈ સરકારી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવી હતી. જેમાં આ ખાતર નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દ્વારા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવાઈ હતી. જાકે, ગુનાની તપાસ ઊંડાણપૂર્વક થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા આ તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોપવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાંચે ફરિયાદના આધારે ચાર અલગ-અલગ ટીમો બનાવી હતી. તપાસમાં પ્રથમ ક્રિષ્ણા ઇમ્પોર્ટ અને ઍક્સપોર્ટના સંચાલક અને ઘોડદોડ રોડ, સિલ્વર આર્ચ ઍપાર્ટમેન્ટમાં રહેતા નટવરલાલ મોહનલાલ નાયક, વેસુ વીઆઈપી રોડ આરનેટ ઍલીગન્સમાં રહેતા રાજ હેમંત ડોક્ટર, આણંદ ખંભાત સ્થિત વિજય સોસાયટીમાં રહેતો જિજ્ઞેશ વસંતલાલ શાહ, કૃણાલ જિજ્ઞેશભાઈ શાહ, રાજસ્થાન, પ્રતાપગઢ જિલ્લાના સાકરીયા ગામમાં રહેતો રુઘનાથ ગોવર્ધન મીણા અને મહારાષ્ટ્ર પાલઘર સ્થિત યશવંત સૃષ્ટિમાં રહેતો વિકાસ વિજેન્દ્ર નહેર નામના આરોપીઓની સંડોવણી સામે આવી હતી. પોલીસે આ તમામને પકડી પાડ્યા હતાં.