
મોરાભાગળ ચાર રસ્તા પાસે મધરાત્રિઍ પૈસાની લેતીદેતીમાં ઍક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બાઈક પર આવેલાં ચાર જણાંઍ યુવકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઈ છે. જ્યારે યુવકનાં કારીગરને સામાન્ય ઇજા પહોચી છે.
રાંદેર, ગોરાટ રોડ પર આવેલી અમી સોસાયટીમાં રહેતા સલીમ ઉર્ફે કાલીયા ખલીલભાઈ પઠાણ પાલનપુર પાટીયા, શાક માર્કેટમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. ઉપરાંત વ્યાજે પૈસા પણ ફેરવે છે. સલીમ રાત્રિના સમયે પોતાનો ધંધો બંધ કરી કારીગર હારુલ ઉર્ફે મુન્ના સાથે બાઈક પર સવાર થઈ હિસાબ કિતાબ કરવા માટે મોરાભાગળ ચાર રસ્તાથી મચ્છી માર્કેટ તરફ જઈ રહ્ના હતો. ત્યારે બે બાઈક પર ચાર જણાં ત્રાટક્યાં હતાં. ઍક જણાંઍ સલીમ પઠાણના કારીગરને ફટકો મારવા જતાં તે નમી ગયો હતો, જેથી બાઈક સ્લીપ થઈ હતી, જેમાં હારુલ ઉર્ફે મુન્નાને સામાન્ય ઇજા પહોચી હતી. ત્યારબાદ હુમલાખોરો સલીમને મારવા માટે તેની પાછળ દોડ્યા હતાં. સલીમ જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતુ હુમલાખોરોઍ તેને પકડી માર મારી ચાકુના બે ઘા ઝીંકી દીધા હતાં. પરિણામે સલીમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજા લઈ પીઍમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધી હતી. પોલીસે ઇજાગ્રસ્ત હારુલની પૂછપરછ કરતા દિવસ દરમિયાન સલીમ પાસે રફિક પિંજારા નામનો વ્યક્તિ વ્યાજે પૈસા લેવા માટે આવ્યો હતો, પરંતુ તેણે પૈસા આપ્યા ન હતાં. આ ઉપરાંત રવિ નામના યુવકને સલીમે વ્યાજે પૈસા આપ્યા હતાં, જેથી તેનો ભાઈ અજય પણ સલીમ પાસે ગયો હતો. તેણે ચાકુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે શંકાના આધારે આ તમામને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિઍ તેના સાગરીતો સાથે મળી સલીમની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જાકે, પોલીસે આ અંગે હજુ સત્તાવાર માહિતી આપી નથી.