
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમરોલી કોસાડ આવાસ ખાતેથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.જ્યાં આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો, વેચાણની રોકડ રકમ મળી કુલ ૧૭ લાખથી વધુની મત્તા કબજે કરવામાં આવી છે.જ્યારે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસને વધુ ઍક સફળતા મળી છે.સમાજમાંથી ડ્રગ્સના દુષણને નાથવા ક્રાઇમ બ્રાન્ચ ભારે કમરકસી રહી છે .ત્યારે આ વચ્ચે સુરતના અમરોલી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ૧૩ લાખ ૩૯ હજારથી વધુની કિંમતના ૧૩૩.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. અમરોલી કોસાડ આવાસમાં આવેલ મકાનમાં મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે છાપો મારી ડ્રગ્સ પેડલર મુસ્તાક ઉર્ફે મુસ્તાક ઍસટીડી અબ્બાસ પટેલની ધરપકડ કરી છે.આરોપીના ઘરની તલાશી લેતા કુલ ૧૩૩.૯૫ ગ્રામનો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે.જ્યારે ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલ ૩,૩૮,૨૪૦ ની રોકડ મત્તા પણ કબ્જે કરી છે.આરોપીના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચને ત્રણ મોબાઈલ,ડિજિટલ વજન કાંટા,નાની ઝીપબેગના બંડલ સહિતનો સામાન મળી આવ્યો છે.આરોપીની તપાસમાં અગાઉ પણ તે અમરોલી અને જહાંગીપુરા પોલીસ મથકમાં ત્રણ અલગ અલગ ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે આરોપી પોતાના ઘરેથી જ છૂટકમાં ગ્રાહકોને ડ્રગ્સનું વેચાણ કરે છે. ડ્રગ્સનો જથ્થો આપી જતા શખ્સનું નામ બહાર આવ્યું છે.જેની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચની ઍક ટીમ રવાના કરવામાં આવી છે.આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.જ્યાં રિમાન્ડ દરમ્યાન ડ્રગ્સના કાળા કારોબાર અંગે વધુ માહિતી બહાર આવી શકે છેક્રાઈમ બ્રાન્ચ પી.આઈ લલિત વાગડીયાઍ જણાવ્યું કે આરોપી તેના ઘરેથી જ ડ્રગ્સ વેચતો હતો. અમારી તપાસમાં જે વ્યક્તિ આરોપીને ડ્રગ્સ સપ્લાય કરતો હતો તેની પણ તમામ વિગતો મળી ગઈ છે. હાલ તપાસ ચાલુ છે માટે તેનું નામ અમે જાહેર નથી કરી રહ્ના. અમારી ટીમ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે. ગ્રાહકો ઘરેથી જ ખરીદી કરી લેતા હોવાની વિગતો સામે આવી છે. કેટલા સમયથી આ પ્રકારે વેચાણ થતું હતું અને અન્ય કેટલાક ઇસમો શહેરમાં સપ્લાય કરી રહયા છે તેની પણ અમે વિગતવાર માહિતી મેળવી રહયા છીઍ.