ઉન વિસ્તારમાં અનવર, ઇમ્તિયાઝ, ટલ્લી અને સજ્જુ સહિતનાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ઍક રીક્ષા ચાલકે વ્યાજે રૂ. ૫૦ હજાર લીધા બાદ તેણે દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ તેની પાસે રૂ. ૨૦ હજારની માંગણી વ્યાજખોરો કરતા હતાં.
રીક્ષાચાલકે પૈસા ન આપતા તેને ઉન ચાર રસ્તા પાસે બોલાવ્યા હતો. ત્યારબાદ તેના ઉપર ચાકુ વડે હુમલો કરી શરીર પર ઉપરાછાપરી પાંચથી છ ઘાવ મારી ભાગી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત રીક્ષાચાલકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.