પાલ, આરટીઓની સામે કાંસા રીવેરા નામની નવી બનનારી સાઇટના શોરૂમમાંથી તસ્કરો રૂ. ૨૦ હજારની ૭૨ નંગ ઍલ્યુમીનિયમ વિન્ડોની ફ્રેમ ચોરી કરી ભાગી ગયા હતાં. જોકે, અડાજણ પોલીસે ગણતરીનાં કલાકોમાં ચોરીના સામાન સાથે બે આરોપીઓને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. પોલીસે ચોરીનો સામાન અને રીક્ષા મળી કુલ રૂ. ૧ લાખ ૧૪ લાખની મત્તા કબજે કરી છે.
ભીમરાડ અલથાણ રોડ, સિદ્ધિ ઍલીપ્સમાં રહેતા હર્ષ પિયુષભાઈ ઉપાધ્યાય પાલ આરટીઓની સામે કાંસા રીવેરા નામની નવી બંધાતી સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૬મી ઍિલના રોજ રાત્રિના સમયે કાંસા રીવેરા નામની બનનારી સાઇટના સ્ટોરરૂમમાં તસ્કરો ઘુસી આવ્યા હતાં. તસ્કરોઍ ઍલ્યુમીનિયમ વિન્ડો ફ્રેમના કુલ ૯ બંડલ જેમાં ૭૨ નંગ પટ્ટી, હતી, તેની કિંમત રૂ. ૨૦ હજાર થાય છે, તે ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતાં. આ બનાવ સંદર્ભે બીજા દિવસે જાણ થતાં હર્ષ ઉપાધ્યાયે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં. તે દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળી હતી કે, ચોરીના સામાન સાથે બે વ્યક્તિઓ રીક્ષામાં ફરી રહ્ના છે. આ હકીકતના આધારે અડાજણ પોલીસે વોચ ગોઠવી રીક્ષા સાથે બે વ્યક્તિઓને દબોચી કાઢ્યા હતાં. પોલીસે પૂછપરછ કરતા ભેસ્તાન, સિલ્વર નગર સોસાયટીમાં રહેતો રીક્ષા ડ્રાઇવર અજય નરસિંહ પરમાર અને બાપુનગર, બોરડી વિસ્તારમાં રહેતો ફિરોઝ શકીલ મલેક હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસેથી ઍલ્યુમીનિયમ વિન્ડોની ફ્રેમ, બે મોબાઇલ અને રીક્ષા મળી કુલ રૂ. ૧ લાખ ૧૪ હજારની મત્તા કબજે કરી છે.