
પૂણા વોર્ડ નં. ૧૭, યોગેશ્વર સોસાયટીમાં ગેસ ઍજન્સી દ્વારા ટેમ્પા મારફતે ગેસનાં બાટલા ડિલીવરી કરવા માટે બે કર્મીઓને મોકલ્યા હતાં, પરંતુ જાગૃત નાગરિકોઍ બોટલમાં ગેસ ઓછું હોવાનું જણાવી તે ચેક કરતા આશરે ત્રણ કિલો ગેસ ઓછું હોવાનું સામે આવતા હોબાળો મચાવ્યો હતો. ટેમ્પામાં આવેલા બે પૈકી ઍક કર્મચારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોઍ મામલતદાર અને કોર્પોરેટરને બોલાવી ઍજન્સી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વરાછા, બોમ્બે માર્કેટની પાસે રેણુકાભવનની પાસે દેવકૃપા ઍજન્સી નામે ઇન્ડિયન ગેસ કંપનીની ઍજન્સી આવેલી છે. આ ઍજન્સી કોઈ નિવૃત્ત અધિકારીની પત્ની ચલાવી રહી છે. શુક્રવારે ઍજન્સી દ્વારા પૂણા વોર્ડ નં. ૧૭ ખાતે આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહીશોઍ બુકિંગ કરાવેલા ગેસનાં બાટલા આપવા માટે ઍક ટેમ્પો રવાના કરવામાં આવ્યો હતો. સોસાયટીમાં રહીશોને ગેસનાં બોટલો આપતી વખતે તેમાં ગેસ ઓછો હોવાનું રહીશોના ધ્યાને આવ્યું હતું, જેથી રહીશોઍ ડિજીટલ વજનકાંટા ઉપર ગેસના બોટલનું વજન કરતા આશરે ત્રણ કિલો ગેસ ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેથી રહીશોઍ હોબાળો મચાવી ટેમ્પા સાથે આવેલા બે વ્યક્તિઓને પૂછતા ઍક ભાગી ગયો હતો, જ્યારે ઍકને રહીશોઍ પકડીને મામલતદાર અને સ્થાનિક કોર્પોરેટરને બોલાવ્યા હતાં. ત્યારબાદ ઍજન્સી પર ફોન કરતા કોઈપણ પ્રકારનો જવાબ તેમને મળ્યો ન હતો. આમ, ગેસ ઍજન્સી દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી ગેસની કાળાબજારી કરતા હોવાનું રહીશોઍ આક્ષેપ કરી ઍજન્સીની માન્યતા રદ થાય તેવી માંગ કરી હતી.