સુરતમાં સરદારધામ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય ઍસઆરકે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨ અને ઍક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન થયુ છે. વડાપ્રધાને સમિટને ખુલ્લી મૂકતા કહ્નાં હતું કે, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનો સમાવેશ, આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી. સાથે જ ખેતીને આધુનિક બનાવવા માટે ઉદ્યોગકારોને આગળ વધવા હાંકલ કરી છે.સાથે જ ગુજરાતના વિકાસને ફેલાવવા માટે નાના શહેરોને પણ વિકસીત કરવા પર મોદીઍ ભાર મૂક્યો હતો.સાથે જ કટાક્ષ કરતાં વડાપ્રધાને પાટીદારોને કહ્નાં કે, અગાઉ વીજળીની પણ વ્યવસ્થા નહોતી. અમારો વિરોધ કરનારા તમારા છોકરાઓને સમજાવો કે આ બધુ અમે જ કર્યું છે.
સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના ઍક્ઝિબિશન હોલમાં ત્રિ-દિવસીય સરદારધામ દ્વારા આયોજિત ઍસઆરકે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન શુક્રવારે કરવામાં આવ્યું હતું. પી.ઍમ. મોદીઍ પોતાના ભાષણની શરૂઆતમાં સરદાર સાહેબને યાદ કરતાં કહ્નાં કે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી વખતે કહેલું કે, દેશમાં સંપદાની કોઈ અછત નથી. આપણે માત્ર આપણા મગજનો સદઉપયોગ કરીને તેના ઉપયોગ કરવાની જરૂર છે. આપણે ઍક સંકલ્પ સાથે કોઈ કામની શરૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ મળવાનું છે. માટે સરદાર સાહેબની વાતને ન ભૂલવી જોઈઍ. વડાપ્રધાન મોદીઍ સમીટમાં આવેલા ઉદ્યોગકારોને કહ્નાં કે, દેશમાં અલગ અલગ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્ના છે. ત્યારે આ સમીટ થકી વૈશ્વિક કક્ષાઍ નવા વિષયોમાં કેવી રીતે આગળ વધી શકાય તે બાબતે પણ વિચાર થવો જોઈઍ. ૮થી ૧૦ ક્ષેત્રને પસંદ કરીને તેમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટેના ગ્રુપ બનાવવા જોઈઍ. તેમાં સરકારની નીતિઓમાં શું ઉણપ છે તેનું પણ સંશોધન કરીને સરકારનું ધ્યાન દોરવું જોઈઍ. તમે પ્રેઝન્ટેશન તૈયાર કરો હું ઍ જોવા માટે ખાસ સમય આપીશ તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું. ખેતીને આધુનિક બનાવવા માટે ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ કહ્નાં કે, તમે હવે ઉદ્યોગપતિ બન્યા છો પરંતુ મૂળિયા તો ખેતીમાં જ છે. આપણી ખેતી પાછળ રહી જાય ઍ કેમ ચાલે. ખેતી ક્ષેત્રમાં વિકાસની ખૂબ મોટી તકો રહેલી છે. માટે ખેતીને પણ અત્યાધુનિક બનાવવી જોઈઍ. તેમાં રોકાણ વધારીને વૈશ્વિક કક્ષાઍ નામ કેવી રીતે આગળ આપણું આવે તે બાબતે પણ આગળ આવવું જોઈઍ. આપણે વિદેશથી ૮૦ હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે. જેથી આત્મનિર્ભર તેમાં પણ બનવાની જરૂર છે. ફૂડ પ્રોસેસિંગ અને નેચરલ ર્ફામિંગમાં વ્યાપારિક તકો ખૂબ છે. માટે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા જોઈઍ. તથા ક્વોલિટી પેદાશ પર ધ્યાન આપવાની જરૂર છે. વડાપ્રધાને કટાક્ષ કરતાં કહ્નાં કે, આજકાલ અમારો વિરોધ કરતાં અને અમારી વિરુદ્ધ નારેબાજી કરતાં તમારા છોકરાઓને સમજાવો કે, પહેલા કેવા દિવસો હતાં. વીજળી પણ પૂરતી મળતી નહોતી. સરકારે કેટલી મહેનત કરીને આ પ્રગતિમાં આપણે પહોંચ્યા છીઍ. ઍ પણ ન ભૂલવું જોઈઍ. પાટદીરોના વખાણ કરતાં મોદીઍ કહ્નાં કે, હવે આપણે ગુજરાતના વિકાસને ફેલાવવો છે. મોટા શહેરો જ નહીં નાના શહેરોનો વિકાસ થવો જોઈઍ. તેમાં રોકાણ કરો. તમે કરી શકો છો ઍટલે કહું છું. જે કરી શકે તેને જ કહેવાય. મને તમારામાં ભરોસો છે. તમે નાના શહેરોને આગળ લાવવા માટે મહેનત કરો. રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ રહેલો છે.મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે ઍક્ઝિબિશન સ્ટોલમાં ૫૦ ટકા રાહત આપવામાં આવી છે. રાજ્યના ગામોમાં કાચા ઘરોમાં રહેતા પાટીદારો આજે આલીશાન બંગલામાં રહે છે. ખેતીથી લઈને કોર્પોરેટ જગત સુધી પ્રગતિ કરી છે તે થીમ પર ઍક્ઝિબિશનમાં અલગથી ઍક પ્રદર્શન રખાયું છે. પાટીદાર લેખકોઍ લખેલા પુસ્તકો ગોકુળ ગામ યોજના આબેહુબ તૈયાર કરાઈ છે. પાટીદારનો પહેલો અક્ષર ‘પ’ લઈને પ્રથમ પરિષદ ઍટલે બુક, પ્રાગણ ઍટલે ગોકુળ ગામ, પ્રેરક ઍટલે બાયોગ્રાફી, પ્રારંભ ઍટલે જીવન ગાથા, પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે ઍટલે પ્રેરક પથ દર્શકો, સ્માર્ટ ઍટલે પરિવર્તન, ઓપિનિયન ઍટલે પ્રભાવ વગેરે શબ્દોને સાર્થક કરતા દ્રશ્યો બતાવાયા છે. સરદારધામમાંથી પાસ થયેલા ૧૧૨૯ વિદ્યાર્થીઓ દેશભરમાં ફેલાયા છે. તેનું પણ ઍક દૃશ્ય મૂકેલું છે. ૬૦૦૦ ફૂટમાં પ્રદર્શન છે. છેલ્લા ૨ મહિનાથી ૨૦૦ સ્વયંસેવકો થીમ માટે તૈયારી કરી રહ્ના હતા. ૪ લાખથી વધુ લોકોઍ સમીટમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ૪ લાખથી વધારે લોકોઍ સમીટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ત્યારે ૭૦૦ ઍકરમાં ર્પાકિંગની વ્યવસ્થા છે. જેમાં ૭ હજાર કાર અને ૫૦ હજાર બાઈક ર્પાકિંગ થઈ શકશે. સાથે સાથે ર્પાકિંગથી ઍક્ઝિબિશનમાં આવવા માટે ૧૫ ઈનોવા, ૨ સ્કૂલ બસ અને ઈલેક્ટ્રિક ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.