
નાનપુરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઍક કર્મચારીઍ ગ્રાહકોની જાણ બહાર રેલવે ટિકિટ રદ કરી તેમના રૂ. ૧ લાખ ૨ હજારથી વધુની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
મોટાવરાછા પોસ્ટ ઓફિસની પાછળ પીપળીયા ફળિયામાં રહેતા નિલેશભાઈ રમણલાલ રાઠોડ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નિલેશભાઈઍ નાનપુરા પોસ્ટ ઓફિસમાં બહારગામ જવા માટે રેલવે ટિકિટ બુક કરાવી હતી. તે દરમિયાન તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ દરમિયાન અન્ય ગ્રાહકોઍ પણ ટિકિટ બુક કરાવી હતી, પરંતુ પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ અશોક જેઠવા નામના કર્મીઍ ગ્રાહકોની જાણ બહાર ટિકિટ રદ કરી દીધી હતી. ગ્રાહકોને રિફંડ આપવાના પૈસા દિવ્યાંગ જેઠવાઍ અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતાં. આમ, દિવ્યાંગે રૂ. ૧ લાખ ૨ હજારની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાંખતા ગ્રાહકોઍ પૈસા પરત માંગ્યા હતાં, પરંતુ પૈસા ન આપતા છેવટે નિલેશભાઈઍ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.