સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર શુક્રવારે રમી રહેલા ૨ બાળકો અને ૧ કિશોરી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા. જે પૈકી ૨ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતાં, જ્યારે મોડે સુધી ઍક બાળકીનો પત્તો લાગ્યો ન હતો. જોકે શોધખોળના અંતે બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બાળકોના મોતને લઈને મૃતકના પિતાઍ આક્ષેપ સાથે કહ્નાં કે, પડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યારે તેમણે મારા બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અદાવત રાખીને તેમણે આવું કર્યું હોવાના વધુમાં આરોપ મૂક્યાં હતાં.
રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો ૭ વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, ૭ વર્ષનો શહાદત રહિમ શાહ અને ૧૪ વર્ષની સાનિયા ફારૂક શેખ શુક્રવારે બપોરે ૩ વાગ્યાના અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્ના હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા. જેના કારણે નીકળી શક્યા ન હતા. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોઍ કામગીરી કરી હતી, જે દરમિયાન ફાયર બ્રિગેડે કરમઅલી ફકીર અને શહાદતને મૃત હાલતમાં બહાર કાઢ્યા હતાં, જ્યારે સાનિયાની કોઈ ભાળ મળી ન હતી. શનિવારે ફાયર બ્રિગેડે તાપી નદીમાં ફરીથી શોધખોળ કરતા સાનિયા પણ લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડે પોલીસને કબજા સોîપતા રાંદેર પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધી હતી. જેથી મૃતકના પિતા સહિતના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું. મૃતકના પિતા રહેમ અલી શાહના પરિવારના સંતાનોના મોત થતાં તેઓ સ્તબ્ધ થઇ ગયા છે. રહેમ અલી શાહના કહેવા મુજબ બે દિવસ અગાઉ મારા બાળકો દ્વારા પડોશીની પાણીની પાઇપલાઇનમાં કોથળીઓ નાખી દેતા પાઇપલાઇન ચોકઅપ થઇ ગઇ હતી. તેથી તેઓ મને ધમકી આપી રહ્ના હતા. તારા બાળકો આ પ્રકારનું કૃત્ય કરતા રહે છે. જેના કારણે મુશ્કેલી થાય છે. અમે તારા ઍક પણ બાળકને જીવતો નહીં રહેવા દઈઍ. ફોન ઉપર પણ રહેમ અલી શાહને તેમણે ધમકી આપી હતી. જેનું રેર્કોડિંગ પણ તેમની પાસે હોવાનું આક્ષેપ સાથે ઉમેર્યું હતું. રહેમ અલી શાહે કહ્નાં છે કે, અમારા પાડોશીઍ અમારા બાળકોને મારી નાખ્યા હોય તેવું લાગે છે. તેઓ સતત અમારા બાળકોને લઈને ધમકી આપતા રહેતા હતા. અમે થોડા દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. મને શંકા છે કે, અમારા પડોશી દ્વારા અદાવત રાખીને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય શકે છે.