
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષે મુકેલી દરખાસ્ત પર ચર્ચા કરવાના બદલે હોબાળો થતાં સામાન્ય સભા આટોપી લેવાતા વિરોધ પક્ષના કોપોરેટરોઍ સામાન્ય સભા ખંડમાં જ ધરણા કર્યા હતા.આખી રાત તેઓ સભા ખંડમાં જ રહ્નાં હતા અને દિવસ દરમિયાન પણ તેઓ સભા ખંડમાં રહ્નાં હતા.
પાલિકાઍ લાઈટ અને પંખા બંધ કરી દેવાના આક્ષેપ સાથે વિપક્ષી કોર્પોરેટરોઍ ભારે હાબોળો કર્યો હતો. ત્યાર બાદ પોલીસની મદદથી કોર્પોરેટરોને પાલિકા કચેરી બહાર કઢાયા હતા. જ્યાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો અને આપના કોર્પોરેટરોઍ પોલીસ દ્વારા કોર્પોરેટરનું ગળુ દબાવવા ઉપરાંત મહિલા કોર્પોરેટરના કપડા ફાળી નાંખ્યાનો આક્ષેપ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા સામાન્ય સભામાં મુકાયેલા દરખાસ્ત પર ચર્ચા ન થતાં વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય સભા પુરી થયાં બાદ આપના કોર્પોરેટરો આખી રાત સરદાર ખંડમાં જ રહ્નાં હતા. વહેલી સવારે આપના સંયોજક કેજરીવાલ તેમને મળવા આવે છે તેવી વાત જોરમાં ચાલતાં પાલિકા કચેરી પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામા આવ્યો હતો. પાલિકા કચેરીના તમામ દરવાજા બંધ કરીને તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આપના કોર્પોરેટરોઍ બહાર આવીને તેમનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ કેટલાક મહિલા કોર્પોરેટરના નાના છોકરાઓને લઈ તેમના પતિ આવ્યા હતા અને મહિલા કોર્પોરેટરને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ હોબાળો થયો હતો.