પહેલી મે ગુજરાત સ્થાપના દિન અને લેબર યુનિયન દિનની ઉજવણી સુરત શહેરમાં કરવામાં આવી હતી.
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સુરત શહેર ટેક્સટાઇલ લેબર યુનિયન દ્વારા મજૂર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહારથી બાર ડાન્સરોને બોલાવી ઠુમકા લગાવતા હોવાના વીડિયો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ગુજરાત કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને સુરત શહેરના ઇન્ચાર્જ પ્રમુખ અને ઇન્ટુક પ્રમુખ નૈષધ દેસાઈ આ સંમેલનમાં હાજર રહ્ના હતાં.