
સુરત શહેરમાં રવિવારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સુરત સમસ્ત કુંભાણીપરિવાર દ્વારા આયોજિત ઍક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી પહોચ્યા હતાં. જ્યાં હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, કોઈપણ પાર્ટીને લોકતંત્રની અંદર કોઈ પણ રાજ્યમાં આવીને ચૂંટણી લડવાનો અધિકાર છે.
કોંગ્રેસ કોઈ ખતમ થઈ ગયેલી પાર્ટી નથી કે ખતમ થવાની નથી. આશા રાખીઍ કે કોંગ્રેસમાંથી કોઈ અન્ય પાર્ટીમાં ન જોડાય. જે કોઈ પ્રશ્નો હશે તેનું બેસીને નિરાકરણ કરીશું. પાર્ટીથી નારાજગી બાબતે કહ્નાં કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત નિવેદનો આપી શકે છે. ગુજરાતને સમૃદ્ધ બનાવવાના સહિયારા પ્રયાસો કરીશું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલને સી.ઍમ. તરીકે પ્રમોટ કરવાની વાતને લઈ હાર્દિકે જણાવ્યું હતું કે, ભરતભાઇને મારા માટે જે લાગણી છે તે મને ગમ્યું. રાજ્યમાં કોઈપણ સમાજનો મુખ્યમંત્રી બને તેનો હેતુ સમાજ અને રાજ્યની સેવાનો હોવો જોઈઍ. વહેલી ચૂંટણી આવે તો કોંગ્રેસ પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. પીઍમ મોદીના નિવેદન બાબતે કહ્નાં કે, જ્યારે-જ્યારે દેશને જરૂર પડશે પાટીદાર સમાજનો દીકરો હાથમાં ત્રિરંગો ઝંડો લઈને ઊભો રહેશે.