
બી.ઍ. સેમેસ્ટર-૪ના પુસ્તકમાં આદિવાસી સમાજ માટે અયોગ્ય ભાષાનો પ્રયોગ થવાના કારણે વિરોધ સર્જાયો છે. સાથે જ આદિવાસી સમાજ દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
બી.ઍ. સેમેસ્ટર-૪ના પુસ્તકમાં ઍઈડ્સ થવા માટે જવાબદાર કારણો અંગેની માહિતી આપતા લેખમાં આદિવાસી સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં ઍવો દાવો કરવામાં આવ્યો છે કે, આદિવાસી સમાજની મહિલાઓ વેશ્યાવૃત્તિ સાથે વધારે પ્રમાણમાં જોડાયેલી હોય છે. આ બાબતે આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્ના છે. આદિવાસી સમાજ દ્વારા આ પ્રકારનું અભદ્ર લખાણ કરનારી વ્યક્તિ અને તેને છાપનારા પ્રકાશન ગૃહ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. આદિવાસી સમાજે સુરત પોલીસ કમિશનરને આ અંગે આવેદન પાઠવીને જવાબદારો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવા રજૂઆત કરી છે.