
સ્મીમેરના મેડિસિન વિભાગના જુનિયર રેસિડેન્ટ સાથે બનેલી રેગિંગની ઘટનામાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાથી બચવા માટે સમજાવટનો ખેલ પાડી દેવાયો હોવાનો ગણગણાટ છે.
રેગિંગને લઈ ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિવાદમાં આવ્યા બાદ અગાઉ મેડિસિન વિભાગના ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોઍ પણ પ્રથમ વર્ષના જુનિયર સાથે રેગિંગ કર્યાનો મામલો સ્મીમેર કેમ્પસમાં ચર્ચાસ્પદ બન્યો હતો. જોકે, આ પ્રકરણમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા તપાસનો આદેશ કરાયો હતો.ત્યારબાદ કોલેજ પ્રશાસને ગત તા. ૮મીઍ પાંચ સભ્યોની ટીમ બનાવી તપાસ સોંપી હતી. દરમિયાન તાજેતરમાં આવેલા તપાસ કમિટીના રિપોર્ટમાં પીડિત જુનિયરને જ દોષી બતાવાયો છે.કમિટીના રિપોર્ટની માહિતી આપતા ડીન ડો. દીપક હોવાલેઍ જણાવ્યું હતું કે, આ જુનિયર રેસિડેન્ટમાં કામ કરવાની પ્રોપર ક્ષમતા નહોતી. કામ કરવાની ના પાડતો હતો. તેનું સિનિયર્સ સાથે વર્તન અયોગ્ય હતું. તેની સાથેના બીજા જુનિયરોઍ પણ આ મુદ્દે કમિટીને લેખિતમાં જવાબ આપ્યો છે. જેના આધારે આ વિદ્યાર્થીને નોંધ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જોકે, હવે આ વિદ્યાર્થી સ્મીમેર છોડી અમદાવાદની કોલેજમાં જતો રહયો છે.બીજી બાજુ આ પ્રકરણમાં પીડિત રેસિડેન્ટ સાથેના અન્ય જુનિયરો તપાસ કમિટી સમક્ષ હાજર રહ્ના નથી કે તેમણે કોઈ લેખિત જવાબ આપ્યો નથી. પીડિત રેસિડેન્ટે પણ કમિટી સમક્ષ જે જવાબ રજૂ કર્યો છે, તેના પ્રારંભમાં આપવીતી વર્ણવી છે અને અંતે સિનિયરો માફી માંગતા તેઓ સામે કોઈ પગલા નહી લેવા લખ્યું છે. આ બધા મુદ્દાઓ પર તપાસ કમિટીઍ કેમ ગંભીરતા નહીં દાખવી? તે પ્ર‘ નાગની જેમ ફેણ કાઢીને ઊભો છે. સ્મીમેરના રેગિંગ પ્રકરણમાં તરેહતરેહની ચર્ચાઓ શરૂ થઈ છે.