![](https://suratchannel.in/wp-content/uploads/2022/05/Still0507_00006.bmp)
અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોસાડ આવાસમાં આજે મેગા કોમ્બિંગ યોજાયું હતું. જેમાં પોલીસના કાફલાઍ ૧૭૪ બિલ્ડીંગ ખુંદી નાખી તેમાં ૩૩૨ આરોપીઓને ચેક કર્યા હતા. જેમાંથી ૫૯ સામે કાર્યવાહી કરી બિલ્ડીંગમાંથી ૪૯ શંકાસ્પદ વાહનો કબજે કરાયા હતા.
અમરોલી પોલીસ દ્વારા અમરોલી કોસાડ આવાસમાં રહેતા ઍમ.સી.આર. ધારકો, હીસ્ટ્રીશીટ૨, લિસ્ટેડ બુટલેગરો, માથાભારે ઇસમો તથા તડીપાર થનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી. આજે સાંજે અમરોલી કોસાડ આવાસ ઍચ-૧ થી ઍચ-૫માં કોમ્બિંગનુ આયોજન કરાયું હતું. અગાઉ અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા ૩૩૪ જણા જેઓ કુલ બિલ્ડીંગ-૧૭૪ માં રહેતા હતા. જેથી કોમ્બિંગના આયોજનમાં અલગ-અલગ ટીમો બનાવાઈ હતી. જેમાં ઝોન-૪ ડીસીપી હર્ષદ મહેતા, ઍસીપી ઝેડ.આર. દેસાઈ, ઍસીપી દિપ વકીલ, ૪ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ૧૩ પીઍસઆઈ, ૧૭૪ પોલીસકર્મી, ૨ પ્રિઝન વાહન, ૧ ટોઇંગ વાહન, ૧ વજ્ર દ્વારા કુલ ૩૩૨ આરોપીઓને ચેક કરાયા હતા. આ સમગ્ર કોમ્બિંગ દરમ્યાન મળી આવેલી ૫૯ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી તથા ચેન સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગના ગુનાઓને ધ્યાનમાં લઇ સમ્રગ કોસાડ આવાસ વસાહતમાંથી શંકાસ્પદ નંબર પ્લેટ તથા બિનવારસી તેમજ નંબર પ્લેટ વગરનાં ૪૯ વાહનો જમા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.