
ફૂલવાડી ભરીમાતા રોડ પર સુભાનભાઇ શાહ રહે છે. શુક્રવારે સાંજે અંદાજે દસેક વાગ્યાના અરસામાં સુભાનભાઇ સાત વર્ષીય બાળકી ઉમેરા શાહને ઍક્ટિવા બાઇક પર લઇ સહરા દરવાજા પરથી પસાર થઇ રહયાં હતા. ઍ દરમિયાન અચાનક ઍસટી બસે બાઇકના પાછળના ભાગે ટક્કર મારતાં સુભાનભાઇ ઘવાયા હતા.
બાઇક પર સવાર સાત વર્ષીય બાળકી ઉમેરાને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ ત્યાં મોટી સંખ્યામાં લોકો ઍકત્ર થઇ ગયા હતા. જેને પગલે ત્યાં ટ્રાફિકજામનાં દશ્યો સર્જાયાં હતાં. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી. પોલીસે બાળકીનું પીઍમ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.