
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે. જેથી તેમનું રાજીનામું પરત લેવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. ખરા તડકામાં વિરોધ પર વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉતર્યા છે. તમામની એક જ માગ છે કે, પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહી આવે ત્યાં સુધી તેઓ દેખાવો કરતાં રહેશે. આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓએ પરત લેવા માટે સ્કૂલમાં વિરોધ પ્રદર્શનો કરતા મંડળ દોડતું થઇ ગયું હતું. જો કે આ બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ જવાબ ન અપાતો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
સુરતના રાંદેરમાં આવેલી લોકમાન્ય સ્કૂલમાં માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જીજ્ઞેશ પટેલ ફરજ બજાવે છે. આજથી વેકેશન શરૂ થઈ ગયુ છે.પરતું એકાએક આચાર્યના રાજીનામાને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો છે. વિદ્યાર્થી અને વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે આચાર્યને ત્રાસ આપીને કાઢી મુકાયા છે. એમને અમારા આચાર્ય જ જોઈએ છે. વિદ્યાર્થીઓ આચાર્યને પરત લાવવા માટે જીદે ચડ્યા હોવાથી સ્કૂલ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓનું ટોળું જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓએ શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઇને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્ના છે. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ પટેલ કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોમર્સ ફેકલ્ટીના જીગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્ના છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી આકારે તેમના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ ઉપર એકત્રિત થઈ ગયા હતા.શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા શરૂ કર્યા હતા. આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર ધરણામાં જોડાયા હતા. કોમર્સ પ્રવાહનાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, જીગ્નેશ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સામે રજૂઆતો કરતા રહેતા હતા. વિદ્યાર્થીઓને વધુ પડતા માનસિક ત્રાસ આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશા વિરોધ કરતા હતા. તેના કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા. તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા. અમે તમામ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓ અને કહેવામાં આવ્યું છે કે, જો અમારા સરને પરત નહીં લેવાય તો અમે બધા શાળામાંથી એલસી લઈશું.વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા ગાઈ વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્કૂલમાં નોન ગ્રાન્ટેડમાં ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો ચાલે છે જેમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બંનેમાં અલગ અલગ મેનેજમેન્ટ છે. અને સૂત્રોની વાત માનીએ તો વર્ગોને લઈને વિવાદ થયો છે. રાજીનામાના વિવાદને લઈને બે તરફી વાતો થઈ રહી છે. વિદ્યાથીઓ અને વાલીઓ જણાવે છે કે ટ્રસ્ટ દ્વારા એમની પાસેથી રાજીનામું લખવી લેવાયું છે. જ્યારે વિવાદ થતાં આચાર્ય જીજ્ઞેશ પટેલે જાતે રાજીનામું આપ્યું છે.જે હોય તે પરતું રાજીનામાને લઈને વિવાદ શરૂ થયો છે. આ અંગે ટ્રસ્ટી ઓ અને સ્કૂલના આચાર્ય વચ્ચે મીટીંગ થઈ હતી, પરંતુ જીગ્ïનેશ પટેલના રાજીનામા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જાકે, ૧૨મી મે પછી આ અંગે ફરીથી મીટિંગ થશેï, તેવું જાણવા મળ્યું છે.ï