સુરતના વેસુ રોડ પર આવેલી એસવીએનઆઈટીના ૨૦ ફૂટ ઉંચા ગેટ પર ચડી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરીક્ષાઓ પૂર્ણ થતા ફેરવેલ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હતા.
સુરતના વેસુ રોડ પરએસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ પૂર્ણ થતા ફેરવેલની ઉજવણી કરી હતી. પરંતુ આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હતા. આ કોલેજ નહીં પણ સર્કસ હોય તે રીતે કોલેજના ૨૦ ફૂટ ઉંચા ગેટ પર ચડી ગયા હતા અને ઉજવણી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં અહીં હાજર સિક્યુરીટી ગાર્ડ કે કોલેજ પ્રશાસન પણ વિદ્યાર્થીઓને રોકી શક્યું ન હતું.આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્ના છે. વિદ્યાર્થીઓની આવી હરકતને, તેમજ કોલેજ પ્રશાસનની આવી બેદરકારી સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્ના છે. ૨૦ ફૂટ ઉંચા ગેટ પર વિદ્યાર્થીઓ ચડી ગયા હતા અને ઉજવણી કરવાની સાથે રીલ્સ પણ બનાવી હતી તેમજ સેલ્ફીઓ પણ લીધી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે અહીં જો કોઈ વિદ્યાર્થી પટકાયો હોત તો જાનહાની પણ થવા પામી હોત તો જવાબદારી કોની તે એક મોટો પ્રશન છે. અહીં પોલીસ ચોકી પણ આવેલી છે પરંતુ આ મામલે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.