
સુરતમાં સામાન્ય લોકો સાથે સાથે હવે મ્યુનિ. કમિશનર નામે પણ સાયબર છેતરપિંડીનો બનાવ બની ગયો છે. એક અજાણ્યા નંબર પરથી સુરતના કેટલાક લોકો પાસે મ્યુનિ.કમિશનરના નામે પૈસાની ડિમાન્ડ કરતાં પાલિકા તંત્ર પણ ચોંકી ગયું છે. પાલિકા તંત્રને એક કરતાં વધુ ફરિયાદ મળતા જે નંબર પરથી પૈસાની ડિમાન્ડ થઈ રહી છે તે નંબર મ્યુનિ. કમિશનરનો નથી તેનો ખુલાસો કરવો પડ્યો છે.
સુરત શહેરમાં લોકોને છેતરવા માટે ઠગબાજા અવનવા પેતરાઓ અજમાવી રહ્ના છે. લોકો ઠગબાજાનાં જાળમાં ફસાઈ પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્ના છે. ફરી એકવાર ઠગબાજાએ એક નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં સુરત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની નામે ૭૭૨૮૯૬૯૭૬૦ નંબર પરથી સુરતના કેટલાક લોકોને ફોન કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને મેસેજ કરવામાં આવ્યા છે. આ નંબર સુરત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો છે અને તેમને પૈસાની જરૂર છે તેથી પૈસા મોકલવા માટે ડિમાન્ડ કરવામાં આવે છે. કેટલાક લોકોએ મ્યુનિસિપાલ તંત્રનું આ અંગે ધ્યાન દોરતા સુરત મ્યુનિ. કમિશનર ઓફિસ દ્વારા જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર કચેરી તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ૭૭૨૮૯૬૯૭૬૦ નંબર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની નો નથી તેથી આ નંબર પરથી કોઈ પણ પ્રકારના મેસેજ અથવા ફોન આવે તો તો ધ્યાને ન લેવા માટે આદેશ અનુસાર જણાવવામાં આવે છે. સુરતના કેટલાક લોકોને મેસેજ કે ફોન આવતાં આ અંગેની જાણ મ્યુનિ.તંત્રને કરવામાં આવી છે. પરંતુ આ ફોન કે મેસેજથી કોઈએ પૈસા આપ્યા છે કે નહીં તેની કોઈ પ્રકારની માહિતી બહાર આવી નથી. પાલિકા કમિશનરના નામનો ઉપયોગ કરી લોકો પાસે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે તેમ છતાં પાલિકા જાહેર ખુલાસો કર્યો છે પરંતુ હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.