
વેસ્ટ બંગાલની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ત્રણ થી ચાર ડિગ્રી ઘટવાની સાથે કલાઉડી વાતાવરણ રહેવાની અને પૂરઝડપે પવન ફુંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
સુરત શહેરનું આજનું તાપમાન ૪૦.૩ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૯.૧ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા, હવાનુ દબાણ ૧૦૦૦.૯ મિલીબાર અને ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના સાત કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ હાલમાં વેસ્ટ બંગાલની ખાડીમાં જે વાવાઝોડુ બન્યુ છે. તે આગામી દિવસોમાં સીવીયર અને ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે.આ વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળશે. આગામી દિવસોમાં આકાશ વાદળછાયુ રહેવાની શકયતાઓ છે. વરસાદની સંભાવના નથી. પરતુ કલાકના ૧૫ થી ૨૮ કિ.મીની ઝડપે પવન ફુંકાશે. સુરત શહેરનું તાપમાન ૩૨ થી ૩૯ ડિગ્રી વચ્ચે નોંધાશે. આમ વરસાદની ગણાઇ રહેલી ઘડીઓ વચ્ચે તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્ના છે.