
આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું રિઝલ્ટ ૭૭.૫૩ ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરિક્ષાનું ઝડપથી પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના વિદ્યાર્થીઓઍ ગુજરાતભરમાં ઍ-૧ અને ઍ-૨ ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં સૌથી વધુ ઍ-૧માં ૪૨ અને ઍ-૨માં ૬૩૬ સ્ટુડન્ટ્સને સફળતા મળી છે.
ધોરણ ૧૨ સાયન્સનું સુરત જિલ્લાનું ૭૭.૫૩ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૪૨ વિદ્યાર્થીઓઍ ઍ-૧ ગ્રેડ મેળવ્યો છે. આ સાથે ૬૩૬ વિદ્યાર્થીઓઍ ઍ-૨ ગ્રેડ મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ ગ્૧માં પણ ૧૪૬૮ અને બી-૨માં ૧૯૩૦ વિદ્યાર્થીઍ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. સુરત સેન્ટરનું ૮૧.૫૭ ટકા પરિણામ આવ્યું છે. આ સાથે બારડોલીનું ૬૫.૯૪, કામરેજનું ૭૭.૩૪, વરાછાનું ૮૭.૭૩, કીમનું ૭૪.૭૮, રાંદેરનું ૮૨.૦૯, નાનપુરાનું ૭૪.૬૫, ઉધનાનું ૬૨.૩૮, માંડવીનું ૫૩.૦૨ અને વાંકલનું ૫૭.૫૦ ટકા પરિણામ આવ્યું છે. આજે ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ આપવામાં આવશે. આ વર્ષે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી ખૂબ જ ટુંકા ગાળામાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લામાંથી કુલ ૧૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી અને પરિણામ આવવાની રાહ જોઇ રહ્ના હતા. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. હાલ ફક્ત પરિણામ જ જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર શાળાઓને પાછળથી મોકલવામાં આવશે. ૧૮ ઍપ્રિલે લેવાયેલી ગુજકેટ-૨૦૨૨ની પરીક્ષાના ગણિત(૦૫૦), કેમિસ્ટ્રી(૦૫૨), ફિઝિક્સ(૦૫૪), બાયોલોજી(૦૫૬) વિષયોના પ્ર‘પત્ર સેટ નંબર ૧થી ૨૦ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી ૨૮ ઍપ્રિલ, ૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. સવારથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન રિઝલ્ટ જોવા માટે ઉમટી પડ્યા હતાં. સુરત શહેરનું રિઝલ્ટ ખુબ જ સારું આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. સુરતની મોટાભાગની સ્કૂલોમાં ટોપર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરાછાની સ્કૂલોના કેમ્પસમાં વિદ્યાર્થીઓ ડી.જે.ની તાલે ઝૂમી ઊઠ્યાં હતાં.