ઉન જકાતનાકા બીઆરટીઍસ બસ સ્ટોપ પાસે સ્પોર્ટ્સ બાઇક ચાલકે બે રાહદારીઓને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને રાહદારીઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સુરત શહેરમાં અવારનવાર સ્પોર્ટ્સ બાઇક ચલાવનારાઓ પોતાની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્નાં છે, પરંતુ મોજશોખ ખાતર રફ ડ્રાઇવિંગ કરવાનું છોડતા નથી. ખાસ કરીને પોશ વિસ્તારોમાં નબીરાઓ સ્પોર્ટ્સ બાઇક પર સ્ટંટ કરી લોકોનાં જીવ જોખમમાં મૂકી રહ્નાં હોવાની ફરિયાદો ઊઠી છે, ત્યારે ઉન જકાતનાકા બીઆરટીઍસ બસ સ્ટોપ પાસે ઍક સ્પોર્ટ્સ બાઇકે બે રાહદારીઓને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે આજુબાજુનાં રહીશો દોડી આવ્યા હતાં. જોકે, અકસ્માત સર્જીને ચાલક પોતાની જીજે-૫, ઍચટી-૩૨૧૫ નંબરની બાઈક મૂકીને ભાગી છૂટ્યો હતો. બંને રાહદારીઓને માથામા ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, બંનેને હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.